રાજ્યની શાળાઓ ખોલવાની સરકારની આ નવી વિચારણા…

schools
ફાઈલ તસ્વીર

Schools

વૈશ્વિક મહામારી કોરોનાના વધતા સંક્રમણને લઈને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ એક મહત્વપૂર્ણ નિર્ણય પર વિચારણા કરશે. સૂત્રો મુજબ, ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (Schools) શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે.

સ્કૂલો (Schools) ખોલવા અંગે સરકારે જણાવ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

તો શાળા ખોલવા અંગેની ચર્ચા આજે શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં થઈ હતી. તેમજ આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, દિવાળી સુધી રાજ્યની શાળાઓ (Schools) Schoolsખુલશે નહીં. તથા દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને જોઇને જ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે.

આ ઉપરાંત રાજ્યનાં યુવાનો માટે પણ  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેમજ ફાજલ શિક્ષકને કાયમી રક્ષણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, આ બેઠકમાં અભ્યાસક્રમ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ આ અંગે આગામી બેઠકમાં વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે.

સંઘના જણાવ્યા મુજબ, બાળકોનો અભ્યાસક્રમ સેન્ટ્રલ બોર્ડ કરતા પણ વધારે ઘટાડવાની દરખાસ્ત મૂકી છે. પરંતુ આ અંગે પ્રથમ કે દ્રીતિય ટર્મનો સિલેબસ ઘટાડવો તે અંગે પણ હજી સ્પષ્ટતા નથી

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here