Uttarayan
રાજ્યમાં સરકાર દ્વારા ઉત્તરાયણ (Uttarayan) ની ઊજવણી માટે ગાઇડલાઇન બહાર પાડવાનું આયોજન છે. ઉતરાયણમાં ઘરમાં પણ ઊજવણી મર્યાદિત સંખ્યામાં જ થઈ શકશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ‘લોકો પોતાના ઘરોમાં ટેરેસ પરથી કે ઘરોમાંથી કે પોળોમાંથી પતંગ ઉડાવી શકે છે. કેટલા લોકો એકઠા થઈ શકે અને કેવી રીતે ઊજવણી થઈ શકે. એક ધાબા પર આખી સોસાયટીના 50 લોકો એકઠા થઈ જાય અને પતંગ ઉડાવે એવી ઊજવણીની મંજૂરી આપવામાં આવશે નહીં.’.
નીતિન પટેલે જણાવ્યું કે ‘ઉત્તરાયણમાં ક્યાં અને કેવી રીતે એકઠા થઈ શકાય અને સંક્રમણ ફેલાય નહીં તે અંગેની જાહેરાત કોર ગ્રુપની મીટિંગમાં કરવામાં આવશે’. સરકાર દ્વારા ઉત્તરાયણની ઊજવણી માટે ગાઇડલાઇન આપવામાં આવે તેવી શક્યતા છે.