જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના હુકમ તથા બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને નોરતા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કન્યા લક્ષ્મી પૂજન કરી વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા બેબીકીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું કે, દિકરી એ પરિવારની સાચી મૂડી છે. દિકરી તેના પિતાનું અને લગ્ન બાદ તેના પતિનું ઘર તારે છે. આજના જમાનામાં દિકરીઓ સફળતાના ઉંચા શિખરો સર કરી રહી છે ત્યારે સૌએ દિકરીના જન્મને વધાવી, તેને યોગ્ય પાલન-પોષણ અને યોગ્ય શિક્ષણ અપાવવું જરૂરી છે.

પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, જાણે-અજાણે ઘણા લોકો ગર્ભપાત જેવી ગુનાઈત પ્રવૃત્તિ તરફ વળે છે. જે ખૂન જેટલો ગંભીર ગુનો છે. આવા સમયે લોકફાળો એકત્ર કરી આ રકમ દિકરીને જન્મ આપનાર દંપતિને પ્રોત્સાહિત કરવા ફિક્સ ડિપોઝીટ તરીકે આપવાની પહેલ પ્રેરણાદાયી છે. આ જ બાબત ગ્રામજનોના ઉચ્ચ નૈતિક મૂલ્યોને ઉજાગર કરે છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પાટણના બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં નોરતા આશ્રમના મહંતશ્રી દોલતરામ બાપુની ઉપસ્થિતિમાં દિકરી વધામણા કરી કન્યા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા બેબી કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બોરસણ ગામના બે સખીમંડળોને મહિલા ઉત્કર્ષ યોજનાના હુકમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નોરતાના ગ્રામજનો દ્વારા લોકફાળો એકત્ર કરી દિકરીને જન્મ આપનાર માતાઓને ફિક્સ ડિપોઝીટ રૂપે મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવી.

દિકરીઓના સન્માનના પ્રતિકરૂપે પુણે ખાતે યોજાયેલી મેરેથોનમાં ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર હાજીપુરની દોડવીર નિરમાબેન ઠાકોરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ બેટી બચાવોના શપથ ગ્રહણ કરી દિકરીઓના જન્મને આવકારનો ભાવ પ્રકટ કર્યો હતો.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી રમિલાબેન રાઠોડ, મહિલા કલ્યાણ અધિકારી સુશ્રી નિલમબેન રાવલ, બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતનભાઈ પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસર સુશ્રી ઉર્મિલાબેન પટેલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નોરતા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024