સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body elections) સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
જાહેર તથા ખાનગી મિલકતો પર ચૂંટણી પ્રચાર અંગેનું સાહિત્ય લગાવવા સંદર્ભે વિવિધ હુકમો ફરમાવવામાં આવ્યા

હોર્ડીંગ્સ કે કટઆઉટની સાઈઝ, પોસ્ટર્સ, બેનર્સ સહિતનું ચૂંટણીલક્ષી સાહિત્ય પ્રદર્શિત કરવા માટે મંજૂરી સહિતની બાબતો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે જાહેર મકાનો, ખાનગી મકાનો, માર્ગ, સાઈન બોર્ડ, માઈલ પથ્થરો વિગેરેનો ચૂંટણી પ્રચારના કામે નિરંકુશ ઉપયોગ કરી જે તે સ્થળની શોભા બગાડી સુરૂચીનો ભંગ થાય તેવી શક્યતાને ધ્યાને લઈ આ પ્રવૃતિ પર અંકુશ રહે તે હેતુથી સાવચેતીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૭(૧) (છ) થી મને મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ જિલ્લા પંચાયત, પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર તેમજ સાંતલપુર તાલુકા પંચાયત અને પાટણ, સિધ્ધપુર તેમજ હારીજ નગરપાલિકા મતવિસ્તારના સમગ્ર વિસ્તારમાં તા.૦૩/૦૨/૨૦૨૧ ના ૦૦.૦૦ કલાકથી તા.૦૩/૦૩/૨૦૨૧ના ૨૪.૦૦ કલાક (બન્ને દિવસો સુધ્ધાંત) સુધી નીચે મુજબ અમલવારી માટે ફરમાન કરવામાં આવ્યું છે.

જે મુજબ કોઈ ઉમેદવાર, સંગઠન, સંસ્થા અથવા પક્ષ કે તેના અનુયાયી, કાર્યકારો, સમર્થકો કે હમદર્દએ ખાનગી મકાનના માલિકની માલિકીની મિલ્કતો જમીન, મકાન, કંપાઉન્ડની દિવાલનો ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમ્યાન પોસ્ટર્સ ચોંટાડવા, ચિત્રો લખવા, પ્રતિક ચીતરવા, ધ્વજદંડ ઉભા કરવા, સુત્રો લખવા, પતાકા લટકાવવા, નોટીસો ચોંટાડવા કે પ્રદર્શિત અંગે કોઈ સ્થાનિક કાયદો ન હોય અને જો હોય તો તે કાયદાના નિયંત્રણને આધીન ખાનગી મિલ્કતના માલિક સ્વેચ્છાએ પરવાનગી આપે તો સહેલાઈથી દુર કરી શકાય તેવા જાહેરાતના ધ્વજ, બેનર્સ વિગેરે તે ખાનગી માલિકીની મિલ્કત પર લગાવી શકાશે. જો સ્થાનિક કાયદો દિવાલ પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સ્પષ્ટપણે મંજુરી આપતો ન હોય તો ખાનગી મિલકત પર તેની સુધારી ના શકાય તે રીતે બગાડે તેવા લખાણો કે પોસ્ટર્સ મિલ્કત માલિકીની મંજુરી મેળવીને પણ લખી શકાશે નહીં કે પોસ્ટર્સ ચોટાડી શકાશે નહીં. જો સ્થાનિક કાયદો ખાનગી માલિકીની મિલ્કત પર મંજુરી લઈને લખાણ લખવા કે પોસ્ટર્સ ચોંટાડવા સ્પષ્ટપણે મંજુરી આપતો હોય તો ઉમેદવાર કે પક્ષ મિલ્કત માલિકની અગાઉથી મંજુરી લઈને તેમ કરી શકશે. તે અંગે માલિકની મંજુરીની નકલ તેમજ તે લખાણ અને પોસ્ટર્સની ઝેરોક્ષ નકલ સાથે ચૂંટણી અધિકારીને કે ચૂંટણી અધિકારીએ તે માટે નિમેલા અધિકારીને ત્રણ દિવસની અંદર નિયત નમુનામાં મોકલવાની રહેશે.

આવા પોસ્ટર્સ કે લખાણો પ્રજામાં ધિક્કારની અને દુશ્મનાવટની લાગણી ન ફેલાવે તેવા હોવા જોઈએ. સ્થાનિક કાયદા કે કોર્ટનો કોઈ હુકમ હોય તો તેને આધીન રાજકીય પક્ષો, ઉમેદવારો, તેઓના કાર્યકરો, તેઓની પોતાની માલિકીની મિલ્કત પર તેઓની સ્વેચ્છાએ અને કોઈપણ જાતના દબાણ વગર અને બીજાને તકલીફ ન પહોચાડે તે રીતે બેનર્સ, ધ્વજ, કટઆઉટ મુકી શકાશે. અને જો આ બેનર્સ, ધ્વજ, કટઆઉટ કોઈ ચોક્કસ ઉમેદવારને મત આપવા માટે જણાવતા હશે તો તેને આઈ.પી.સી. કલમ ૧૭૧ (એચ) લાગુ પડશે અને તે પ્રમાણે કોઈ પણ વ્યકિત ઉમેદવારની મંજુરી સિવાય તે ઉમેદવારના પ્રચારની જાહેરખબર વિગેરે બહાર પાડી શકે નહિ અને જો તેમ કરે તો તેઓને રૂ.૫૦૦/- સુધીનો દંડ થઈ શકે તેમ છે.

ઉપરાંત આવા હોડીંગ્સની સાઈઝ ૧૫ ફુટ X ૮ ફુટથી વધારે હોવી જોઈએ નહીં. કટઆઉટની ઉંચાઈ ૮ ફુટથી વધવી જોઈશે નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા , બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે. કોઈ ઉમેદવાર, સંગઠન, સંસ્થા અથવા પક્ષ કે તેના અનુયાયીઓ, કાર્યકારી, સમર્થકો કે હમદર્દે કોઈપણ પ્રકારની જાહેર મિલકતોનો ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉપર જણાવેલ કાર્ય માટે ઉપયોગ કરી શકશે નહિ.

જાહેર મિલ્કત એટલે જાહેર મકાનો, માર્ગો મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરીમાર્ગ પર માઈલ પથ્થરો, રેલ્વે ફાટકના ચેતવણીના બોર્ડ, રેલ્વે પ્લેટ ફોર્મ, બસ ટર્મીનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થશે.

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ વિરુધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના હાજર પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓએ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024