રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ કારણેને કારણે સ્કૂલ-કોલેજને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો

  • 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય (offline education closed)
  • આવતીકાલથી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે
  • આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. યુનિવર્સિટીઓ દ્વારા તે માટે નવેસરથી સમયપત્રક જાહેર કરવામાં આવશે. 10મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે.
  • યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલું રહેશે. તેમણે હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે. આ તમામ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓ લાગુ પડશે.

સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 8 મનપામાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક શિક્ષણ ચાલુ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 60 હજાર ટેસ્ટિંગનો લક્ષ્યાંક ગુજરાતે હાંસલ કર્યો છે. ટેસ્ટિંગની સાથે સાથે ટ્રેસિંગ પણ વધારવામાં આવશે. ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 300થી નીચે આવી ગયા હતા. જે બાદમાં લોકો બેફિકર બની ગયા હતા. કોરોનાના નિયમોનું પાલન ઓછું થયું હતું. આ જ કારણે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024