રેસિપી: ઘરે જ બનાવો ઓઈલ ફ્રી પંજાબી સબ્જી છોલે, નોંધી લો સામગ્રી.

આજે તમને એક સંપૂર્ણ ઓઈલ વગર ના પંજાબી છોલે શીખવાડીશુ અને એટલા સ્વાદિષ્ટ બને છે કે તમને જો જણાવવા મા ના આવે તો તમને ખબર જ ના પડે કે આ છોલે બનાવવામાં એક ટીપું તેલ વાપરવા મા નથી આવ્યું. તો ચાલો નોંધી લો સામગ્રી.

સામગ્રી :

 • 250ગ્રામ છોલે ચણા (કાબુલી ચણા)
 • 4-5 મિડિયમ સાઈઝ ના ટામેટાં
 • 2 મિડિયમ સાઈઝ ના કાંદા
 • 1 ટેબલસ્પૂન છોલે મસાલો
 • 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું
 • 1 ટી સ્પૂન ધાણાજીરું
 • 1 ટી સ્પુન લસણ વાટેલુ
 • 1-2 લીલા મરચાં
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1 ટેબલસ્પૂન કસુરી મેથી
 • સમારેલી કોથમીર

રીત :

 • સૌ પ્રથમ ચણા ને 8-10 કલાક સુધી 3 ગણુ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી ને પલાળી દો. ત્યારબાદ તે પલળી ને ડબલ સાઇઝ ના થઈ જાય એટલે તે પલાળેલુ પાણી નિતારી ને તેમા બીજુ પાણી ઉમેરીને તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને પ્રેશરકુકર મા 4-5 વ્હીસલ વગાડી ને બાફી લો.
 • ત્યાર બાદ ટામેટાં, કાંદા, ને મોટા ટુકડા કરીને લો, અને તેને નાના કૂકર મા લઇ તેમા છોલે મસાલો, લાલ મરચું, લસણ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું ,લીલા મરચાં ના ટુકડા અને 1/2 ગ્લાસ પાણી નાખી ને 3 વ્હીસલ વગાડી ને બાફી લો.
 • ત્યાર બાદ કુકર ઠંડું પડે એટલે બાફેલા ટામેટાં ને કાંદા મા બ્લેનડર ફેરવી ને ગ્રેવી ને એકરસ અને સ્મુધ ગ્રાઈન્ડ કરી લો.
 • ત્યાર બાદ આ તૈયાર કરેલી ગ્રેવી ને એક પેન મા લઇ લો અને તેને ગેસ પર ઉકળવા મૂકો
 • ગ્રેવી ઉકળે એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો અને તેને ઢાંકણ ઢાંકી ને 8-10 મિનિટ સુધી ઉકળવા દો. મસાલો અને ગ્રેવી છોલે એકરસ થઇ જાય અને તેની સોડમ આવે એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી લો.
 • ત્યાર ફ્રેશ ક્રીમ અને કસુરી મેથી ઉમેરો અને તેને મિકસ કરી લો પીરસતી વખતે કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરી ને ગરમા ગરમ કુલચા, પરાઠા કે નાન,રોટી સાથે પીરસી દો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here