PM Narendra Modi

PM Narendra Modi

15 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે જવાના છે. ગુજરાતમાં તે કચ્છની મુલાકાત લેશે. ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટેના ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે. 

આ સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જેમાં ડિસેલિનેશન પ્લાન્ટ (desalination plant), હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક (hybrid renewable energy park) અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ (milk processing and packing plant) સામેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. 

આ પણ જુઓ : ગુજરાતનાં ઈન્ટર્ન ડૉક્ટર્સ 14મી ડિસેમ્બરથી હડતાળ પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસે માટે આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસપીજી ગોઠવી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને જોડવામાં આવશે. તમામની કોરોના તપાસ થશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024