બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથકમાં ગમખ્વાર અકસ્માત.
પાલનપુર આરટીઓ ચાર રસ્તા પાસે હોટલ સવેરામાં ટ્રક ઘૂસી.
ટ્રક ઘુસી જતાં એકનું મોત એક ગાડીનો કચ્ચરઘાણ.
ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા.
અગાઉ આ જ હોટલમાં ટ્રક ઘૂસી હતી અને પાંચ લોકોના થયા હતા મોત.
પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી.
પાલનપુરમાં RTO ચાર રસ્તા પાસે એક ટ્રક હોટલમાં ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે હોટલ બહાર પાર્ક થયેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યાં છે.
પુરપાટ ઝડપે આવતી ટ્રકના ડ્રાઈવરે કોઇ કારણોસર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત જ્યારે બે લોકોને ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માત હોટલ નજીકના સીસીટીવી કેમરામાં કેદ થઇ ગયો હતો. જેમાં જોવા મળે છે કે, હોટલની બહાર બે કારો ઉભેલી છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ટ્રક આ બંને કારોને અડફેટે લીધા બાદ પણ અટકતી નથી અને હોટલમાં ધડાકાભેર ઘૂસી જાય છે.