પંકજભાઈ નાયક, મહેસાણા : એક તરફ સરકાર બાળકોના અભ્યાસ માટે મોડર્ન સ્કૂલો ખોલી રહી છે. ત્યારે તેનાથી બિલકુલ વિપરીત કેટલીક શાળાઓમાં (School) માત્ર એક શિક્ષક ના ભરોસે આખે આખી શાળા ચાલી રહી છે . માત્ર એક શિક્ષક કે જે સવાર પડતા શાળાના તાળા ખોલે છે, શાળાનો કચરો વાળે છે, શાળાની સફાઈ કરે છે, અને ધોરણ 1 થી 5 સુધીના બાળકો ને અભ્યાસ પણ કરાવે છે.
ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત ? મહેસાણા (Mahesana) જિલ્લા ની આવી 17 પ્રાથમિક શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. 17 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. બાળકોને 1 થી 5 ધોરણ સુધીના અભ્યાસ ની જવાબદારી એક શિક્ષકના શિરે છે. 17 પૈકી કેટલીક શાળાઓમાં 55 તો ક્યાંક માત્ર 17 બાળકો તો ક્યાંક 33 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
તમામ બાળકોને તબક્કા વાર અભ્યાસ કરાવવો પડે છે. આ શાળાઓમાં ઓરડા પૂરતા છે પણ શિક્ષક માત્ર એક જ છે. જેથી એક જ શિક્ષકના ભરોસે ધોરણ 1 થી 5 સુધી નું શિક્ષણ ચાલી રહ્યું છે. મહેસાણાની ઇજપૂરા શાળાની મુલાકાત લેતા કાઇક આવું જોવા મળ્યું કે, શાળામાં ધોરણ 1 થી 5 ના કુલ 17 બાળકો ને એક જ શિક્ષક ભણાવે છે.
જે શિક્ષક શાળાના તાળા પણ ખોલે છે, સફાઈ પણ કરે છે, કચરા પણ વાળે છે અને છેલ્લે શાળા બંધ પણ કરે છે. એટલે કે, શાળાના શિક્ષક ની સાથે સાથે, સફાઈ કામદાર, પટાવાળો, આચાર્ય, કોમ્પ્યુટર શિક્ષક, ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ, અંગ્રેજી આ બધા વિષય ભણાવવાની અને કામ આ એક જ શિક્ષક નિભાવી રહ્યા છે.
આ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
(1) કાનપુરા તા.જોટાણા
(2) નગીનપુરા
(3)ધાધલપુર પ્રાથમિક શાળા
(4)કમળાપુરા પ્રાથમિક શાળા તાલુકો કડી
(5)આનંદપુરા(મેઉ)પ્રાથમિક શાળા તાલુકો મહેસાણા
(6)ઇજપુરા(જે)પ્રાથમિક શાળા તાલુકો મહેસાણા
(7)મોતીપુર ઉમરી પ્રાથમિક શાળા તાલુકો સતલાસણા
(8)ચાંદપુર પ્રાથમિક શાળા તાલુકો વડનગર
(9)ગોલવંટ પ્રાથમિક શાળા તાલુકો વડનગર
(10)ચોગોદ પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર
(11)બહુચરનગર પ્રાથમિક શાળા તાલુકો વિસનગર
(12)મહાદેવપુરા પ્રાથમિક શાળા તાલુકો બહુચરાજી
(13)દેદરડા પ્રાથમિક શાળા તાલુકો બહુચરાજી
(14)ગણેશપુરા પ્રાથમિક શાળા બહુચરાજી
(15)અજબપુરા પ્રાથમિક શાળા બહુચરાજી
(16)બરીયફ પ્રાથમિક શાળા બહુચરાજી
(17) દેવગઢ પ્રાથમિક શાળા બહુચરાજી
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans