ગુરુવારે Oppo Reno 7 સિરીઝ લૉંચ કરવામાં આવી હતી. આ સિરીઝમાં કુલ ત્રણ સ્માર્ટફોન લૉંચ કરવામાં આવ્યા છે. જેમાં Oppo Reno 7 5G, Oppo Reno 7 Pro 5G અને Oppo Reno 7 SE 5Gનો સમાવેશ થાય છે. આ ત્રણેય ફોનમાં AMOLED ડિસ્પ્લે આવે છે. આ ત્રણેય સ્માર્ટફોન ફ્લેટ-એડ્જ ફ્રેમ સાથે આવે છે, જે તાજેતરમાં લૉંચ થયેલા આઈફોનમાં આવે છે. ઓપ્પોએ રજૂ કરેલા ત્રણેય ફોનની કિંમત અને ખાસિયત અંગે જાણીએ.
તમામ ફોનની કિંમત:
Oppo Reno 7 5G:
1) 8GB RAM + 128GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 31,500 રૂપિયા.
2) 8GB + 256GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 35,000 રૂપિયા.
3) 12GB + 256GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 38,500 રૂપિયા.
Oppo Reno 7 Pro 5G:
1) 8GB + 256GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 43,200 રૂપિયા.
2) 12GB + 256GB વેરિઅન્ટની કિંમત ભારતમાં 46,700 રૂપિયા.
Oppo Reno 7 SE 5G:
1) 8GB + 128GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 25,700 રૂપિયા.
2) 8GB + 256GB વેરિઅન્ટની કિંમત ભારતમાં આશરે 28,000 રૂપિયા.
ક્યારથી બજારમાં ઉપલબ્ધ બનશે?
લૉંન્ચિંગ વખતે આપવામાં આવેલી માહિતી પ્રમાણે Oppo Reno 7 5G અને Oppo Reno 7 Pro 5G ફોન ચીનમાં ત્રીજી ડિસેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ બનશે. જ્યારે Reno 7 SE 5G 17મી ડિસેમ્બરથી બજારમાં ઉપલબ્ધ બનશે. આ ત્રણેય ફોન મોર્નિંગ ગોલ્ડ, સ્ટાર રેઇન અને સ્ટેરી નાઇટ બ્લેક કલરમાં આવે છે.