આજ રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે માન. ચેરમેન બલવંતસિંહ રાજપૂત તેમજ પૂજ્ય દિલીપભાઈ દેશમુખ દાદાના હુલામણા નામથી પ્રખ્યાત , અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે અંગ દાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.
આદરણીય ચેરમેન બલવંતસિંહ રાજપુત વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૧ ના માન. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં અંગત જાગૃતિ અભિયાનમાં પોતાનો સંદેશ રજૂ કરી યુનિવર્સિટીના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓને અંગદાન માટેની ઝુંબેશમાં જોડાઈ અંગ દાન કરવા માટે પ્રેરણારૂપી પોતાનો સંદેશો પાઠવેલ તથા લોકોને અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી.
ત્યારબાદ પૂજ્ય દેશમુખ દાદાનું આદરણીય ડોક્ટર વેદ વ્યાસ દ્વિવેદી તેમજ રજીસ્ટાર ડોક્ટર હેમુજી રાજપુત તથા સીઈઓ રાજેન્દ્ર સિંહ સોલંકીએ પૂજ્ય દાદાનું સ્વાગત કરેલ તથા દાદાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તારીખ ૧૭/૧૨/૨૦૨૧ ના રોજથી સમગ્ર દેશમાં અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કરેલ છે જેમાં પૂજ્ય દેશમુખ દાદાએ પોતાના અનુભવો અને પોતાને મળેલ બીજાના લીવરથી પોતાને મળેલ નવજીવનથી પ્રેરણા લઇ આ અભિયાન સમગ્ર દેશમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર અંગ દાન કરવા માટે તમામ લોકોને પ્રેરણા આપી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના પ્રોફેસર દેવાંગભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ જેમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના આચાર્યશ્રીઓ ડૉ. રીતેશ વૈદ્ય, ડૉ. રેખાબેન પટેલ, ડૉ. રેણુકાબેન સોલંકી, ડૉ. ભાર્ગવ મજમુદાર, ડૉ. સુનીલ જોશી, પટેલ અરૂણભાઇ તથા યુનિવર્સિટી સ્ટાફ ગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી અંગદાન માટે ની પ્રતિજ્ઞા લીઘી.