ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનના આગળના દિવસે દેશના મહાનુભાવોને જુદા જુદા ક્ષેત્રોના યોગદાન બદલ આપવામાં આવતા પદ્મએવોર્ડસ (Padma Awards) ની યાદી જાહેર કરી છે.

તમને જાણાવીદઈએ કે સરકારની આ યાદીમાં આ વર્ષે 119 મહાનુભાવોને પુરસ્કાર એનાયત કરાશે. આ પુરસ્કારોમાં તમામ ગુજરાતીઓને ગૌરવ થાય તેવા મહાનુભાવોનાં નામ પણ છે. આ વર્ષે એટલે કે વર્ષ 2021માં પદ્મપુરસ્કારોમાં કેશુબાપા , મહેશ-નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મએવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય બે ગુજરાતી મહાનુભાવોને પણ પદ્મપુરસ્કારથી સન્માનિત કરાશે. રાજ્યના કળા અને સાહિત્ય સાથે સંકળાયેલા ચંદ્રકાંત મહેતા અને દાદુદાન ગઢવીનું નામ પણ પદ્મપુરસ્કારોમાં છે.

પદ્મ પુરસ્કારની જાહેરાતમાં ચાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર અર્પિત કરવામાં આવ્યા છે.  ભારત સરકાર દ્વારા સોમવારે સાંજે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ ચાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ્સ મેળવનારા તમામ ગુજરાતી મહાનુભાવો

  • સ્વ. કેશુભાઈ પટેલ. પદ્મભૂષણ
  • રજનીકાંત શ્રોફ. પદ્મભૂષણ
  • જસવંતીબેન પોપટ. પદ્મશ્રી
  • દાદુદાન ગઢવી. પદ્મશ્રી
  • ફાધર વાલેસ. પદ્મશ્રી
  • સ્વ. મહેશ અને નરેશ કનોડિયા. પદ્મશ્રી
  • ચંદ્રકાંત મહેતા. પદ્મશ્રી

ગુજરાતનાં ખાતે ચાર પુરસ્કાર ગયા હતા. આ ઉપરાંત કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ અર્પિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહેશ-નરશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદુદાન ગઢવીને પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.