પાલક પનીર સ્ટફ્ડ ઓટ્સ ચીલ્લા ખુબજ પ્રોટીનથી ભરપૂર વાનગી છે. સવારના નાસ્તામાં પાલક પનીર સ્ટફ્ડ ઓટ્સ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. આ રેસિપીમાં ઓટ્સનું ખીરું તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેમાં પાલક અને પનીરને મેયોનીઝ સાથે મિક્સ કરીને ચીલ્લા માટે સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. તેને તમે કોથમીરની ચટણી અથવા ચા સાથે સવારે નાસ્તામાં લઈ શકો છો.
સામગ્રી:-
- ચીલ્લા માટે
- 1 કપ ઘઉંનો લોટ
- 40 ગ્રામ ઓટ્સ, ઇન્સ્ટન્ટ
- સ્ટફિંગ માટે
- 200 ગ્રામ પાલક (ઝીણું સમારેલું)
- 100 ગ્રામ પનીર (છીણેલું)
- 1 નાની ચમચી જીરું પાઉડર
- અડધી નાની ચમચી લાલ મરચું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 મોટા ચમચા મેયોનીઝ
- નૂટ્રલાઇટ ક્લાસિક સ્પ્રેડ જરૂર મુજબ
રીતઃ–
- પાલક પનીર સ્ટફ્ડ ચીલ્લા રેસિપી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ, ઓટ્સ, થોડું પાણી નાખો અને સરખી રીતે મિક્સ કરીને જાડું ખીરું તૈયાર કરી લો.
- સ્ટફિંગ બનાવવા માટે રીત
- એક કડાઈમાં નૂટ્રલાઇટ ક્લાસિકને ગરમ કરો. તેમાં પાલક અને મીઠું ઉમેરો. પાલક સોફ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો.
- પાલક સોફ્ટ થાય પછી, તેમાં પનીર, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, મેયોનીઝ નાખો અને 2થી 3 મિનિટ માટે રહેવા દો.
- ત્યારબાદ ગેસ બંધ કરીને મિશ્રણને કડાઈમાં જ રહેવા દો.
- ત્યારબાદ એક તવામાં થોડું તેલ ગરમ કરો. તેના ઉપર ચીલ્લાનું મિશ્રણ નાખીને ગોળ પાથરી લો.
- પછી ચીલ્લાની ફરતી કિનારે અને તેની ઉપર થોડું તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
- ચીલ્લાને એક પ્લેટમાં કાઢો. તેની વચ્ચે પાલક-પનીરનું મિશ્રણ સ્ટફ કરો અને ફોલ્ડ કરીને પીરસો.
- પાલક પનીર સ્ટફ્ડ ઓટ્સ ચીલ્લા રેસિપીને કોથમીરની ચટણી અથવા ચા સાથે સવારે નાસ્તામાં પીરસો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.