RTPCR

RTPCR

કોરોનાના વધતા સંક્ર્મણને લીધે ભારત સહિત અનેક દેશોએ બ્રિટન માટેની ફ્લાઇટ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. સવારે 11 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનથી અમદાવાદ પહોંચશે. આ ફ્લાઇટમાં 246 મુસાફરો બ્રિટનથી અમદાવાદ આવી રહ્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જ આ તમામ મુસાફરોનું રીવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઇન રીએક્શન (RTPCR) ટેસ્ટ કરવામાં આવશે. આ તમામ મુસાફરો-ક્રુ મેમ્બર્સના આરટીપીસીઆરના ટેસ્ટના રીઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તેમને એરપોર્ટથી બહાર નહીં જવા દેવામાં આવે.

આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત

આ ફ્લાઇટમાં 16 બિઝનેસ ક્લાસના અને 230 ઈકોનોમી ક્લાસના એમ કરી 246 મુસાફરો છે. આરટીપીસીઆર ટેસ્ટના રીઝલ્ટને આવતા ઓછામાં ઓછા 6 થી 8 કલાકનો સમય થઇ શકે છે. આ રીઝલ્ટ આવે નહીં ત્યાં સુધી તમામ મુસાફરો-ક્રુ મેમ્બર્સને ઇન્ટરનેશનલ ટર્મિનલમાં જ રહેવું પડશે.

જે મુસાફરનો રિપોર્ટ નેગેટિવ હશે તેમને 7 દિવસ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી જવા દેવામાં આવશે. જે મુસાફરના કોરોના પોઝિટિવ હશે તેમને ક્વોરેેન્ટાઇન કરીને સારવાર માટે મોકલવામાં આવશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024