પાટણ નગર પાલિકા ના નઘરોળ વહીવટ નો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો. જ્યાંથી સામાન્ય પ્રજાને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહયું છે.
તે કેનાલ માં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ચોકિયાત કે પાણીને શુધ્ધ રાખવા રખેવાળ આજદીન સુધી મૂકવામાં ન આવતા કે સેફ્ટી પાઇપ લાઇન નાખવામાં પણ ન આવતાં શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ત્યારે રાજકીય આગેવાનો તો રોજ ઘરમાં આર.ઓ. ફિલ્ટરનું શુધ્ધ પાણી પિતા હશે પરંતુ સામાન્ય જનતા ખુલ્લી કેનાલનું અશુધ્ધ પાણી પીવા મજબુર બની રહી છે.
કેમકે કેનાલ ઉપર કોઈપણ ચોકીયાત ન હોવાથી ખોરસમથી આવતું શુધ્ધ પાણી શહેરીજનો દવારા જ પોતાના ગંદા કપડાઓ અને સાધનો ધોતા હોવાથી અશુધ્ધ કરતાં છાશવારે જોવા મળતા હોય છે.
ત્યારે શુધ્ધ પાણીની ખુલ્લી કેનાલમાં વહેલી તકે સેફટી પાઈપલાઈન નાંખવામાં આવે કયાં તો ચોકીયાત મૂકવામાં આવે જેથી શુધ્ધ પાણીને અશુધ્ધ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.