ઉપરવાસમાંથી હાલ નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ છે, ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ નર્મદા ડેમમાં વધુ પાણી આવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે ઉત્તર ગુજરાતના સૂકાભઠઠ વિસ્તારોમાં વહેતા કરી ભૂગર્ભ જળના સ્તરને ઉંચુ લાવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જેને લઇને મંગળવારના રોજ રાજય સરકાર નાં આદેશ મુજબ નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે કમલીવાડાથી પાટણ ની સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે.

ઉપરવાસમાંથી આવી રહેલ પાણી ની આવકને કારણે હાલમાં નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. તો આગામી ચોમાસામાં પણ વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નમૅદા ડેમ નું પાણી ઉતર ગુજરાત નાં સુકાંભઠઠ વિસ્તારમાં છોડવા સુચના અપાતા મંગળવારના રોજ નર્મદાનાં પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણ ના કમલીવાડા નહેરમાંથી સરસ્વતી નદી માં છોડવામાં આવ્યું છે. જે એક માસ સુધી સતત ચાલુ રહેશે આજે પ્રથમ દિવસે ૪૦૦ ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયુ હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષભાઈ પટેલ જણાવ્યું હતું.

જોકે હાલમાં સરસ્વતી નદી ને ઉડી કરવાની ચાલી રહેલી કામગીરી પણ ચાલું રાખી સરસ્વતી નદીની એક સાઈડ પ્ાાણી નો સંગ્રહ કરી ડેમનાં એકાદ દરવાજા ને ખોલી નર્મદાના નીર ગ્રામ્ય વિસ્તારો તરફ છોડી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024