પાટણ શહેરમાં ગ્લોબલ વોમીંગની અસરને પહોંચી વળવા શહેરની સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ સહિત પ્રસંગોપાત વૃક્ષાારોપણ કરવાના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.
ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વ.ઈંદીરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ૩૧મી ઓકટોબરના રોજ આ બંને મહાનુભાવોની યાદમાં પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટની સામે આવેલા હઝરત મૌલાના મોહંમદ તાહીર સાહેબની દરગાહ ખાતે પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોની ઉપથીતી ગ્લોબલ વોમીંગની અસરને નાથવા વૃક્ષાારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપથીતી મહાનુભાવોએ ભુરાભાઈ સૈયદને માત્ર વૃક્ષાારોપણ ફોટો સેશન પૂરતુ જ સ્થગિત ન રહી જાય અને તેનો ઉછેર થાય તે માટેના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારથી ભુરાભાઈ સૈયદ દવારા ગ્લોબલ વોમીંગની અસરને નાથવા અને પોતાએ લીધેલી શપથને પૂર્ણ કરવા પોતાના નિત્યક્રમમાં રોજ સવારે આ વૃક્ષાોનો ઉછેર કરવાનું બીડુ ઝડપી લીધું હતું.
વૃક્ષાોને રોજેરોજ પાણી આપવા સહિત આ વિસ્તારની સ્વચ્છતાની દેખભાળ પોતાના રોજીંદા જીવનમાં વર્ણવી લેતાં આજે આ વૃક્ષાોનો ઉછેર ખૂબ સારી રીતે થયો હોવાથી વૃક્ષાારોપણ કરેલા વૃક્ષાો મોટા થઈ જવા પામ્યા છે ત્યારે માત્ર ફોટો સેશન પૂરતું જ નહીં પરંતુ પોતે લીધેલા શપથને પરિપૂર્ણ કરવા ભુરાભાઈ સૈયદે કરેલી મહેનત આજે ફળતાં વૃક્ષાોનો સારો ઉછેર થઈ રહયો હોવાનું પણ ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું.