Patan 3 Doctor Awarded by health minister of gujarat

Patan 3 Doctor Awarded By Health Minister Of Gujarat : મેડિકલ ક્ષેત્રે પાટણ એ આગવી ઓળખ ઉભી કરી છે. પાટણની તબીબી સેવા છેક રાજસ્થાનના દર્દીઓ સુધી પહોંચી છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ પાટણના તબીબો એ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરી અનેક દર્દીઓને કોરોના મુક્ત બનાવવામાં સહભાગી બન્યા હતા. અનેક તબીબો એ કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર મેળવી પાટણની મેડિકલ નગરી ને ગૌરવ અપાવ્યું હતું.

ત્યારે આ ગૌરવ રૂપી મેડિકલ નગરીને મોરપીંછ સમાન વધુ તબીબી ભાઈ-બહેનની જોડી સહિત ડો હિતેશ પંચીવાલા (Dr. Hitesh Panchiwala) એ મેડિકલ ક્ષેત્રે ગૌરવ અપાવી પાટણ નું નામ ઉજળુ કર્યું છે. પાટણના રેલ્વે સ્ટેશન માર્ગ પર કોહિનૂર સિનેમા ની બાજુમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ (Krishna Hospital Patan) ના તબીબ ભાઈ બહેન ની જોડી એવા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિશાલ એમ મોદી (Dr. Vishal Modi) તેમજ ડોક્ટર રોશની મોદી (પંચીવાલા) (Dr. Roshni Modi) સહિત ડો. હિતેશ પંચીવાલા દ્રારા કોરોનાના સમયે કરાયેલી આરોગ્ય સેવાની નોંધ લઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ માં ડો. વિશાલ એમ મોદીને Best Ortho Trauma Surgeon, ડો. હિતેશ પંચીવાલાને Best Gastro Surgeon અને ડો. રોશની મોદીને Best Gynaec Doctor નો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

પાટણ ક્રિષ્ના હોસ્પિટલના ભાઈ બહેન ની તબીબ જોડી સહિત ડો હિતેશ પંચીવાલા એ મેડિકલ ક્ષેત્રે આપેલ સેવાકીય યોગદાન બદલ મંત્રી સહિત મહાનુભાવો દ્વારા કરાયેલા સન્માનને પાટણના સૌ નગરજનો સહિત પાટણના તબિબોએ સરાહનીય લેખાવી પાટણને મેડિકલ ક્ષેત્રે ગૌરવ અપાવવા બદલ બંને તબીબી ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024