જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા બદલી થયેલા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખને વિદાયમાન આપવામાં આવ્યુ.

પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હૉલ ખાતે નવનિયુક્તિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો હતો. સાથે જ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા વડોદરા ખાતે બદલી થયેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખને વિદાયમાન આપવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારેખ સાહેબ સાથે ઓછો સમય કામ કરવાની તક મળી છે. પરંતુ તેમણે કોરોનાકાળમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરી હતી તે પ્રશંસનીય છે.

જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતાશ્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું કે, શ્રી ડી.કે. પારેખ તમામની વાત સાંભળી તેમને હૂંફ આપતા હતા. કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે. તેમની કામગીરી અને સેવા માટે પાટણ જિલ્લાના લોકો તેમને હંમેશા યાદ કરશે.

વડોદરા ખાતે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે બદલી મેળવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, બે વર્ષ અને આઠ મહિના સુધી પાટણ જિલ્લામાં કામ કર્યું. જેમાં યુવા, ઉત્સાહી અને સકારાત્મક સભ્યો ધરાવતા બે અલગ અલગ બોર્ડ સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ જિલ્લામાં કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો. નવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેરજાને પણ સારો સાથ-સહકાર મળી રહેશે.
જ્યારે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં બીજી વખત કામ કરવાનો મોકો મળ્યો છે. તેમાંય શ્રી પારેખ સાહેબ જેવા અધિકારીનો વારસો મળ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી જિલ્લાના વિકાસ માટે કામ કરીશું.

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા સદસ્યો દ્વારા શ્રી ડી.કે.પારેખને સાકર, શ્રીફળ અને સાલ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાને આવકારવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024