ધર્મનગરી પાટણ શહેરમાં દરેક ધર્મના તહેવારો કોમી એખલાસ અને ભિક્તમય માહોલ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે.પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક ઉત્સવો સરકારની કોરોના ગાઇડ લાઇન મુજબ ઉજવવામાં આવી રહ્યા છે.

ત્યારે મંગળવારના રોજ પાટણના રામજી મંદિર નાં ૪૦ માં વર્ષિક પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા સાદગીપૂર્ણ રીતે અને કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતે મંગળવારના રોજ મંદિર નાં ૪૦ માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઆે દ્વારા શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનો મહાઅભિષેક, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ઉપિસ્થત રહેલા તમામ ધર્મપ્રેમી નગરજનોએ કોરોના નીગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરી મંદિર પ્રતિષ્ઠા ના ૪૦ માં વાર્ષિક ઉત્સવ ને યાદગાર બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024