પાટણનાં હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જતાં રહ્યા છે. ત્યારે ગુરુવારની વહેલી સવારે પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ લીલીવાડી માર્ગ પર થી પસાર થઇ રહેલા ડમ્પરચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા હિટ એન્ડ રન ની ધટના સજાતા માર્ગ પર પાર્ક કરેલ નાના મોટા ૬ જેટલા વાહનોને અડફેટમાં લેતા વાહનોને નુકસાન સાથે વાહનમાં બેઠેલા એક વ્યિક્તને ગંભીર ઇજાઆે થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ લીલીવાડી માર્ગ પરથી ગુરુવારની વહેલી સવારે પસાર થઇ રહેલ ડમ્પર નંબર જીજે-૦ર-ઝેડઝેડ-૧૯રપ નાં ચાલકે પોતાના સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા હિટ એન્ડ રન ની ધટના સર્જાતાં રોડ સાઈડ પર પાર્ક કરેલ ચાર ગાડી.
નં. જીજે-૧૧એસ- ૭પપ૪, જીજે- ર૪-એએ- ૧૦૯૭, જીજે-ર૩ સીએ-૧૭૭પ, જીજે- ર૪કે-૬ર૩૦,
રિક્ષા નં. જીજે-ર૪ ડબલ્યુ – ૦૪૮પ,
બાઈક નં. જીજે-ર૪એફ-૭૭૩૧ ને અડફેટમાં લેતાં ગાડી માં બેઠેલા એક મુસાફરને ગંભીર ઈજાઆે થતાં તેઆેને સારવાર અર્થેખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – જાણો મેસોથેલિઓમા વકીલ શું છે? #MesotheliomaLawyer What Is a Mesothelioma Lawyer?
જોકે વહેલી સવારે બનેલા હિટ એન્ડ રન ની ધટના ની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ હિટ એન્ડ રન ની ધટનામાં મોટી જાનહાની ટળી હોઈ તંત્ર સહિત લોકોએ હાસકારો અનુભવ્યો હતો.