પાટણ ઝીણીપોળ અને ગુર્જરવાડા ના ૬૦ યુવાનો બોલ મારી અંબે જય જય અંબે નાં નાદ સાથે સાઇકલ યાત્રા સાથે પ્રસ્થાન પામ્યા હતા. તે પૂર્વે મા અંબેની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને માઈભકતોની સાથે સ્થાનિક રહીશોએ માં અંબેની આરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

કરોડો શ્રધ્ધાળુઓની ભક્તિ – આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ને અનુલક્ષીને પગપાળા સંધો લઈને નિકળતા માર્ગે પર માઇભકતોના નાદ સંભળાઇ રહયો છે . માઁ ના રણકાર અને તેના દર્શન માટે ભકતો ઉતાવળા થયા હોય તેમ વર્તમાન પરિસ્થિતિને પગલે ભાદરવી પૂનમના મેળાની રાહ જોયા વગર શિવના શ્રાવણમાં શકિતના દર્શન માટે પગપાળા યાત્રીઓએ માઁ ના ધામની રાહ પકડી છે .

અંબાજીને જોડતા માર્ગો પર પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ શરુ થઇ જવા પામ્યો છે.ત્યારે છેૡા ઘણા વર્ષોથી પાટણ શહેરના ઝીણીપોળ,અને ગુર્જરવાડા વિસ્તાર માંથી મૈયાના રથ સાથે નીકળતા સંઘ આજે શનિવારે વહેલી સવારે ૬૦ જેટલા સાઇકલ યાત્રીઓ સાથે માઁ ના ધામ અંબાજી તરફ પ્રસ્થાન કયું હતું .

ત્યારે મીની મહાકુંભ મેળામાં પ્રતિવર્ષે માઁ ના ચરણે શીશ નમાવવા જતા માઇભકતો ભાદરવા સુદ અગીયારસની પૂર્વજ શ્રાવણ વદ અગીયારસના દિવસથી જ મૈયાને ધજા નેજા ચડાવવા માઁના ધામમાં પગપાળા જતા નજરે પડી રહયા છે .પાટણના ઝીણીપોળ અને ગુર્જરવાડા ના ૬૦ જેટલા યુવાનો એ આજે વહેલી સવારે માં ના ધામ તરફ સાઇકલ લઈ પ્રસ્થાન કયું હતું . સાઇકલ સાથે સંઘમાં જોડાયેલ ૬૦ થી વધુ યુવાનો એ બોલ માડી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતના રંગે રંગી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024