Patan

સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના વતની અને આબાદપુરાના એક તબેલામાં રહીને મજૂરી કરતા દિવાનજી ઠાકોરના નવ વર્ષના પુત્ર દિપકજી ઠાકોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે.

મળતી માહિતી મુજબ સિધ્ધપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બ્રિજેશ બલસારાની આગેવાનીમાં કપૂરજી અને ચિરાગભાઈએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સિધ્ધપુર પોલીસને સુપ્રત કર્યો હતો.

ત્યારે પરીવારનો નવ વર્ષનો ચિરાગ બુજાઈ જતા દિવાનજી ઠાકોરના પરીવારમાં ભારે આક્રંદ છવાયો છે.