Patan
પાટણ (Patan) તાલુકાના જામઠા ગામે મોડી રાત્રે એક 12 ફૂટનો અજગર દેખવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જેથી વન વિભાગ, અર્થ પ્રોટેક્ટર અને જીવદયા કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ કરાઈ પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બાલારામના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે ગામના સુરેશજી પ્રતાપજી ઠાકોર જામઠા ગામ નજીક વ્હોળા કિનારે જોગણી માતાના મંદિરે વ્હોળાની ડીપ પર બાઈક મુકીને દર્શન માટે ગયા હતા. ત્યારબાદ દર્શન કરીને પરત ફરતા બાઈક પર અજગર દેખાતા તેઓ ડરી ગયા હતા.
આ પણ જુઓ : ભારતમાં OLED મોબાઇલ ડિસ્પ્લે યૂનિટ લગાવશે Samsung
ત્યારબાદ ગામમાં જાણ કરતા સરપંચ દાનસુંગજી ઠાકોર સહિત ગામલોકોએ પાટણ જાણ કરતા જીવદયા કાર્યકરોએ દોડી આવી રેસ્ક્યૂ કરી અજગરને પકડી લીધો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.