પાટણ શહેરમાં રેતી ભરીને માતેલા સાંઢની જેમ દોડતાં ટબો કેટલીક વાર શહેરીજનો માટે ઘાતક પુરવાર થતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના જૂની કાળકા મંદિરની સામે બનાવેલા નવીન રોડ પર બાયપાસ દોડતાં ટબોઓને લઈ સ્થાનિક લોકો ભય સેવી રહયા છે.

તો આ બનેલા નવની રોડ પર રહેણાંક વિસ્તારો આવેલા હોવા છતાં અહીં બમ્પ મૂકવામાં ન આવતાં બેફામ દોડતાં ટબોઓ મોતને દાવત આપતા હોય તેવા દૃશ્યો જોવા મળી રહયા છે ત્યારે ગતરોજ રેતી ભરીને આવી રહેલાં એક ટબોએ એક બકરાને અડફેટે લઈ મોતના મુખમાં ધકેલાતા દેવીપૂજક સમાજના પરિવારને આઠ થી દશ હજાર રુપિયાનું નુકશાન થવા પામ્યું છે.

ત્યારે બે દિવસ અગાઉ પણ અહીં ચરી રહેલા એક મરઘાને પણ આ ટબા ચાલકે અડફેેટે લઈ મોતના મુખમાં ધકેલ્યુ હોવાનું સ્થાનિક દેવીપૂજક મહિલાએ જણાવ્યું હતું. ત્યારે આ રોડ પર પોતાના નાના નાના છોકરાઓ રમતા હોય છે ત્યારે તેઓના જીવને પણ જોખમ ઉભુ થયું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર વહેલી તકે બમ્પ બનાવવામાં આવે તેવી માંગ કરી આવા બેફામ દોડતાં ટબા ચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા લાલઆંખ કરી કાયદાના પાઠ શીખવવા પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024