Diodardaપ્રતિકાત્મક તસવીર

Siddhpur

પાટણ જિલ્લામાં સિદ્ધપુર (Siddhpur) પોલીસને સરસ્વતી નદી હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. તો સિદ્ધપુર પોલીસે આ બાતમીના આધારે વોચ ગોઠવીને મંગળવારે સવારે એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડ્યો હતો.

પાલનપુર તરફથી જોધપુર નજીક હાઈ-વે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી ગાડીને ઝડપી પાડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી. સિધ્ધપુર (Siddhpur) સરસ્વતી નદી હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો 264 બોટલ જેની કિં. રૂ. 99000, બે મોબાઇલ જેની કિં. રૂ.3500 ,રોકડ 500 મળી તથા ગાડી જેની કિંમત રૂ. 5 લાખ આમ કુલ રૂ. 6,03,000 નો મુદ્દામાલ જપ્ત કરીને શખ્સની ઘરપકડ કરી.

તપાસ કરતા જાણ થઈ કે આ શખ્સનું નામ પુષ્કરલાલ કુકારામ ડાંગી (પટેલ) છે તથા તે નોવા તા.માવલી જી. ઉદેપુર રાજસ્થાનના રહેવાશી છે. કારમાં દારૂ લઈ જનાર કાર ચાલક, રાજસ્થાનથી દારૂ મોકલાવનાર સામે સિદ્ધપુર પોલીસ મથકે આ શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જો કે, સિદ્ધપુર હાઈવે પરથી અવાર નવાર દારૂ ભરેલાં વાહન પસાર થતાં પોલીસ ઝડપી લે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024