શ્રીમાળી સામવેદિ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર યોગ માં સમૂહમાં યજ્ઞોપવિત બદલવાની ધાર્મિક વિધિ વિદ્વાન બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી
આજ ના દિવસે જ્ઞાતિ ની વાડી ખાતે સામવેદી બ્રાહ્મણો એકત્ર થઈ ધાર્મિક વિધિ સાથે યજ્ઞોપવિત બદલવામાં આવી હતી તો સાથે બપોરે ૧ર કલાકે જ્ઞાતિ ની વાડી ખાતે કેવડા ત્રીજ ની પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિ ની મહિલાઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ કરી હતી
આ સમગ્ર આયોજન માં જ્ઞાતિ ના પ્રમુખ શક્તિ ભાઈ ત્રિવેદી , મંત્રી ચંદ્રવદન ભાઈ ત્રિવેદી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તો સાથે મહિલા મંડળ ના સભ્યોએ પણ ખુબજ સુંદર આયોજન કયું હતું.