આજ રોજ વહેલી સવારે ૬ વાગે પાટણ ચાણસ્મા હાઈવે.મહેમદપુર ગામ પાસે નવા પેટ્રોલ પંપ ની સામે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેઈલર અને ચાણસ્મા તરફ થી આવી રહેલ ટ્રક બન્નો સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતનો અવાજ જોરદાર હોવાથી દુર સુધી અવાજ આવતા આજુબાજુ ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને કોલ કરતા પાટણની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
ત્યારે પાઈલોટ ગુલાબખાન બલોચ અને વિજય રાઠોડ ઘટના સ્થળે આવીને અકસ્માત જોતાં ટ્રેઈલરના ડ્રાઈવરનો એક પગ બ્રેક પેન્ડલ અને સ્ટેરીગમાં ફસાઈ જવા પામ્યો હતો.
જેથી એમ્બ્યુલન્સમાં રહેલા સાધન-ઓજારની મદદથી પતરુ કાપી તેમાં બોલ્ટ કટરથી હેકસો બ્ડથી સીટ કાપી મોટી કોસથી સ્ટેરીંગવાળીને મદદ કરી હોવા છતાં પણ પગ ફસાઈ ગયેલ હોવાથી નિકાળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે અચાનક પોતાના વતન થી ફરજ પર જતા પાટણ પોલીસમાં જીલ્લા ટ્રાફીકમાં ફરજ બજાવતા ડ્રાઈવર લખુભા કુવરજી ઝાલાએ ધટના જોઈ ૧૦૮ સ્ટાફને મદદ કરવા કહેતાં ગુલાબખાને ક્રેઈનની મદદ જોઈએ છે તેમ કહેતાં તેઓ દવારા પાટણ પહોંચી ચામુંડા કે™ઈનવાળાને જગાડી સત્વરે ક્રેઈન મોકલી આપી હતી.
તો ખુબજ સાવધાની પૂર્વક ફસાયેલા ડ્રાઈવરને ૧૦૮ સ્ટાફ સહિત ગ્રામજનોની મદદથી બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સારવાર આપી હતી. આમ આજરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પણ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો.