ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ ના કાર્યકાળના સફળતાના એક વર્ષ પૂર્ણ કરાતા પાટણ (Patan) શહેરની વિઠલપ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.કે.શૈક્ષણીક સંકુલ અને શબરીમાલા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું.
એમ.કે.શૈક્ષણિક સંકુલ ખાતે અભ્યાસ કરતા જુદી જુદી ફેકલ્ટીના વિધાર્થીઓ દ્વારા કેમ્પસના ડાયરેકટર મુકેશ પટેલની આગેવાની હેઠળ જુદા જુદા પ્રકારના એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલના સફળતાના એક વર્ષ પૂર્ણ કરવા બદલ આયોજિત કરાયેલા આ મેગા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલા એમ.કે.શૈક્ષણિક સંકુલ ના ડાયરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે જ્યારથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે પદગ્રહણ કર્યાછે ત્યારથી જ તેઓ દ્વારા યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
અને તેઓ દ્વારા યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે શેરીએ શેરીએ અને મહોૡે મહોલે પેજ કમીટીનો નવતર પ્રયોગ અમલી બનાવતા આ પ્રયોગ ખુબજ ઉપકારક નિવડ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.