ઘુંટણ નો ઘસારો એ એક વધતી ઉંમરે થતો સાંધા નો ઘસારો છે. ભારત માં ઘુંટણ નો ઘસારા નું પ્રમાણ વિશ્વ માં સૌથી વધારે છે. Valgus knee ભારત માં બહુજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તેનુ ઓપરેશન એકંદરે મુશ્કેલ હોય છે.
ત્યારે અવા જ એક દર્દી (નામ: ભગવતીબેન પટેલ , ઉં.વ. – ૫૫) જીએમઇઆરએસ મેડીકલ હોસ્પિટલ, ધારપુર ખાતે હાડકાં નાં વિભાગ માં બતાવવા ગયેલ હતાં. દર્દી ને મુખ્યત્વે બંને ઘુંટણ માં દુખાવો હતો , ચાલવામાં તકલીફ પડતી હતી અને બેસીને ઉભા થવામાં તકલીફ પડતી હતી.આ તકલીફ દર્દી ને છેલ્લાં ૭ વર્ષથી હતી. ડૉ. પુલકીત મોદી અને એમની ટીમ દ્રારા તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દી ને બંને ઘુંટણ માં અતિશય ધસારો હતો અને દર્દી ને valgus knee માલુમ પડ્યું. આ માટે દર્દી ને ઘુંટણ બદલવાના ઓપરેશન (Total knee replacement operation) ની સલાહ આપવામાં આવી હતી.
આ માટે દર્દી ને જીએમઇઆરએસ મેડીકલ હોસ્પિટલ, ધારપુર ખાતે દાખલ કરી એકપણ પૈસા નાં ખર્ચ વગર આયુષ્માન ભારત યોજના હેઠળ બંને ઘુંટણનાં સાંધા બદલવાનું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી ને દુખાવામાં રાહત થઈ હતી અને દર્દી દુખાવા વગર હરિફરી શકે છે.
ઓપરેશન બાદ દર્દી ની તકલીફ નું નિદાન થતાં દર્દીએ ડૉ. પુલકીત મોદી અને એમની ટીમ તથા જીએમઇઆરએસ મેડીકલ હોસ્પિટલ, ધારપુરના ડીન ડૉ. હાર્દિક શાહ તથા તબીબી અધિક્ષક ડૉ. પારૂલ શર્મા અને સંપૂર્ણ જીએમઇઆરએસ મેડીકલ હોસ્પિટલ, ધારપુરનો આભાર માન્યો હતો.