પાટણ: ACBએ પોલીસકર્મી અને અન્ય એક શખ્સને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
વાગડોદ પોલીસ કોન્સટેબલ સહિત એક શખ્સ લાંચ ની રકમ સ્વિકારતા ઝડપાયા..
એ.સી.બી. સફળ ટ્રેપ કેશમા ઝડપાયેલા બન્ને સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ..
પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને લાંચ લેતા એસીબીની ટીમે આબાદ ઝડપી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાંમા ફરજ બજાવતા મહેન્દ્રસિંહ શંભુજી રાણા, અ.પો.કો., વર્ગ-3 ના એ ફરિયાદીનું ટ્રેક્ટર બિનવારસી વાગદોડ પોલીસ સ્ટેશન જી.પાટણ વિસ્તાર માંથી મળી આવેલ જે પકડેલ ટ્રેક્ટર ને કોઈ પણ વહીવટી કાર્યવાહી કર્યા વગર પોલીસ સ્ટેશને રાખેલ હોય જે છોડાવવા સારું ફરિયાદી પાસે થી રૂ. 6 હજારની માગણી કરી તે રકમ મુકેશજી સતાજી ઠાકોર રહે. ઈન્દિરાપુરા વાગડોદ વાળાને આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદી આ રકમ આપવા ન માગતા હોય તેઓ દ્રારા આ બાબતે એસીબી નો સંપર્ક કરી છટકું ગોઠવી માનસી પાર્લર, વાગડોદ ચોકડી પાસે રૂપિયા 6000/- લાંચની માંગણી કરેલ નાણા મુકેસજી સતાજી ઠાકોર એ સ્વીકારતા એસીબી ટીમના હાથે પકડાઈ જતાં ટીમે બન્ને સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
એસીબી ની ટ્રેપ કરનાર અધિકારી:
એન.એ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર,બનાસકાંઠા
એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર.અને સુપર વિઝન અધિકારી તરીકે
કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ હાજર રહ્યા હતા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ