પાટણ જિલ્લાના હારીજમાં શનિવારે ખેલાયેલા ખૂની ખેલ મામલે પાટણ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. હારીજ માકેટયાડ”ના દરવાજા આગળ જ બે ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયાર અને ફાયરિંગ કરીને લાભુ દેસાઈ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેનાર ૭ હત્યારાઓની ગેંગમાંથી ૩ હત્યારાઓને પાટણ એસઓજી પોલીસે ઉપલીયાસરાથી ગાજદીનપુરા ગામની વચ્ચે આંતરીને ઝડપી લીધા છે.

પોલીસે હત્યારાઓની ગેંગમાંથી ૩ હત્યારાઓને ઝડપી લીધા છે જ્યારે હજુ ૦૪ આરોપીઓ ફરાર છે. જેમને શોધવા માટે બે નાયબ પોલીસ અધિક્ષકના વડપણમાં ૩ ટીમોનું સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ફરાર આરોપીઓને પણ ખૂબ જ ઝડપ થી પકડી લેવામાં આવશે તેવો જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આ કેસ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં ૩ આરોપીઓ વિરૂદ્ઘ આર્મ એક્ટ, હત્યાની કોશિશ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાંથી પોંચ આરોપીઓ વિરૂદ્ઘ અગાઉ ભૂતકાળમાં પણ હત્યાની કોશિશ અને આર્મ એક્ટની સંખ્યાબંધ ફરિયાદો નોંધાયેલી છે. જેથી તેઓ વિરૂદ્ઘ ગુજસીટોકના નવા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવશે.જેથી પાટણ જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ કેસ નોંધવામાં આવશે.

પાટણ એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં ઉપરોક્ત ૭ શખ્સોની ગેંગમાંથી ૩ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા (રહે. ઉંબરી, તા. કાંકરેજ) પરેશસિંહ સિદ્ઘરાજસિંહ વાઘેલા (રહે . કંબોઈ, તા. કાંકરેજ) અને ચેલસિંહ સુજાજી સોલંકી (રહે. કંબોઈ, તા. કાંકરેજ)ને ઝડપી લીધા છે.

જેમની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોમાં ખંજર, પાઈપ અને મોટરસાઈકલ પણ જપ્ત કરાયું હોવાનું પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024