પાટણ જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુજી ઠાકોરે જુના સરકીટ હાઉસ ખાતે પ્રેસ યોજીને પત્રકારોને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના મળતીયાઓ દ્ઘારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજો સાથે મેળાપીપણા કરીને આશરે રપ જેટલી સેલ્ફ ફાઈયનાન્સ કોલેજો દ્ઘારા વિધાર્થીઓ પાસેથી બેફામ પણે ફી વધારો લેવામાં આવ્યો હોવાના આક્ષોપો કર્યાં હતા.
ઓનલાઈન મેરીટ સીટો ભરવા યુનિવર્સીટી મેનેજમેન્ટ દ્ઘારા કોઈપણ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો ના હોવા છતાં રપ થી વધારે સેલ્ફ ફાઈયનાન્સ કોલેજો એ વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી પ્રક્રિયા શરૂ કરી યુનિવર્સીટીના નિતિ નિયમો વિરુદ્ઘ સેલ્ફ ફાઈયનાન્સ કોલેજોએ ગરીબ વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી હતી.
યુનિવર્સીટી દ્ઘારા ૧પ ટકા કોરોના વાયરસ મહામારીના કારણે ફી માફીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કોલેજોએ મનસ્વી પણે ફી માફી આપેલ નથી જેની જાણકારી એનએસયુઆઈના પ્રમુખે આપી હતી. તેમજ યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં એક જ કેમ્પસમાં બેથી ત્રણ કોલેજો ચલાવામાં આવી રહી હોવાનું જણાવી તેમાં અપુરતો સ્ટાફ હોવાનું પણ જણાવ્યું હતું.
આ બાબતે કુલપતિને લેખિતમાં જાણ કરી આ તમામ ગેરિરીતિ રૂપી ભ્રષ્ટાચારને રોકવા માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને જો તેને રોકવામાં નહી આવે તો વિધાર્થીર્ઓ અને વાલીઓ સાથે યુનિવર્સીટીમાં ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.