રાજ્ય સરકારના જી.ઈ.એમ ગવનમેન્ટ ઈ માર્કેટિંગ પ્લેસ પોર્ટલ પર ખરીદીનું મોટુ કૌભાંડ આચરાતુ હવાના આક્ષેપો સાથે તેની તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ નાં ધારાસભ્ય દ્વારા મંગળવારના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી ને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોના ની મહામારી સમયે તેઆે દ્વારા સરકાર ની ગાઈડ લાઈનમુજબ પોતાની ગ્રાન્ટ માંથી પાટણની જનતા હોિસ્પટલમાં આઇસીયુ આેન વીલ એમ્બ્યુલન્સ અને ફિલિપ્સ ડિફબિલેટર તેમજ ફિલિપ્સ મલ્ટીપેરા મોનીટર ખરીદવાં માટે રૂ.૩૭.૧૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે ગ્રાન્ટને આયોજન અધિકારી દ્વારા સિવિલ સર્જન દ્વારા કરવા જણાવેલ અને તેના માટે જનતા હોિસ્પટલ દ્વારા જરૂરી કોટેશન મંગાવવામાં આવેલ
પરંતુ મંગાવેલા કોટેશનમા ફિલિપ્સ કંપની નાં સીધા ભાવ અને જી.ઈ.એમ પોટલ નાં ભાવમાં તફાવત જોવા મળ્યો છે.જેમા ફિલિપ્સ મલ્ટીપેરા મોનીટર નો સીધો ભાવ રૂ.૮૪હજાર જ્યારે જિ.ઈ.એમ પોટલ ઉપર એજ વસ્તુનો ભાવ રૂ. ૧.૮૦ લાખ જ્યારે મલ્ટીપેરા મોનીટર અને ડિફેબિલેટર નો સીધો ભાવ રૂ.૩.૯પ લાખ જ્યારે પોટલ ઉપર રૂ. ૮ લાખ હોય ત્યારે કોમ્પ્યુટર થી માંડી ને ધણાં બધા ઈલેક્ટ્રોનિક તથા મેડિકલ સાધનોનાં ભાવમાં ધણો તફાવત જોવા મળ્યો છે જે સરકાર ને નુકસાન કરતા હોય
આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પાટણના ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રી ને લેખિતમાં પત્ર લખીને કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.