પાટણ જીલ્લા સહિત શહેર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મારામારીનાં બનાવનો રેશિયો વધવા પામ્યો છે જયારે આવીજ એક મારામારીના બનાવની ઘટના પાટણ શહેરના જુનાગંજ બજાર ખાતે ઈબ્રાહિમખાન યારેખાન બલોચ પર ત્રણ માથાભારે ઈસમો દ્ઘારા જુની અદાવતના કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પાટણ શહેરના ખાન સરોવર ફિલ્ટર પ્લાન્ટ નજીક રહેતા ઈબ્રાહિમખાન યારેખાન બલોચ ઉફે સની વ્યવસાયે કલરકામ કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારેતેઓએ જણાવ્યું હતું કે તેઆે પોતાના ઘરે થી ફોરવીલ સાધન લઈને પાટણ સરસ્વતી તાલુકાના ભિલવણ ગામે એક સંબધીને મુકવા માટે પાટણનાં કોહિનૂર સિનેમા જતા હતા ત્યારે શહેરનાં જુનાગંજ બજાર વિસ્તારમાં આવેલ નગર સ્ટુડિયો નજીકમાંથી પસાર થતા હતાં.
ત્યાં અચાનક સરસ્વતી તાલુકાના ભિલવણ ગામના રહેવાસી યુનુસ મરેડિયા ઉફે મંછો, અવેસ આમીન કરેડિયા, અબુબકકર મરેડિયા દ્ઘારા અગાઉ તેઆેની સામે તારીખ ૧ જુલાઈ ર૦ર૧ ના રોજ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના અનુસંધાન માં અમને રોકીને ગાળો બોલી, જાન લેવા હથિયારથી હુમલો કર્યો હતો અને ગડદા પાટુંનો માર માર્યો હતો જેમાં ઈબ્રાહિમખાન બલોચના માથાનાં ભાગે, તેમજ પેટના અંદરના ભાગે અને હાથ પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઆે પહોંચાડી હતી.
આ ઘટનાની જાણ સગા સંબધીઓને થતાં ઈજાગ્રસ્ત ઈસમને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જયાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ના ઈન્ચાર્જ જમાદાર દ્ઘારા પ્રાથમિક કાયદેસરની ફરીયાદ નોધી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને જાણ કરી હતી. આ કામના માથાભારે આરોપીઓએ અગાઉ ફરીયાદની અદાવત રાખી તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
તો બનાવ સંદભે ઈજાગ્રસ્ત ઈબ્રાહિમખાન બલોચે મારામારી સંદભે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.