Patan

પાટણના નોરતા ગામે આખલા દ્વારા એક વૃદ્ધ કાકા ને વાડામાંથી બહાર નીકળતા સમયે અડફેટે લેતા કાકાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને જનતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર આ વૃદ્ધનું નામ ગોડાજી ગંભીરજી ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે આવા રખડતાં પશુઓના આતંકને કારણે કેટલાય નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડયા છે. પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ત્રણથી ચાર બનાવો બનવા પામ્યા છે, જેમાં નોરતા ગામના ઈસમનું અકાળે મૃત્યુ થયું છે. આ અગાઉ પણ અનાવાડા રોડ ઉપર રખડતા ઢોરોએ અડફેટે લેતા કૈલાસબેનને ગંભીર ઈજાઓ થઈ હતી.

https://www.youtube.com/watch?v=ZBo4fgKyqWI

ત્યારે આજે શાહના પાડા પાસે વિમલભાઈ ઓઝાને પણ પશુઓના આતંકનો સામનો કરવો પડ્યો હતો. તો સરકાર આ બાબતને ગંભીરતાથી લઇ ઝડપથી કાયદો બનાવી રખડતા ઢોરો બાબતે યોગ્ય કાર્યવાહી કરે તો લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવે અને ગંભીર ઇજાઓમાંથી પણ માનવજાતને બચાવી શકાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

આ ગંભીર બનાવ ની જાણ પાટણના ધારાસભ્યને થતા તેઓ તાત્કાલિક જનતા હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી, એમને સરકાર દ્વારા આર્થિક મદદ મળે તે બાબતની સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણા પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024