ધાર્મિક નગરી પાટણમાં દરેક તહેવારોની હર્ષોઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં શહેરીજનો પોતાના ઈષ્ટદેવો અને ભગવાનોને પણ સહભાગી બનાવે છે અને તેઓનાં આર્શીવચન મેળવે છે.
ત્યારે, આજે ધનતેરસ નીમીતે નવાગંજ બજાર સ્થિત લક્ષમીમાતાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી માતાજીને ચલણી નોટોની આંગી કરવામાં આવી હતી. આ અનોખી આંગી નીહાળવા અને દર્શનનો લાભ લેવા પાટણના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
ત્યારે મંદિરના પુજારીએ ચાલુ સાલે મંદિર ખાતે ધનવર્ષની ભવ્ય આંગી કરાઈ હોવાનું જણાવી આ આંગીમાં રૂપિયા ર હજાર, પાંચસો, ર૦૦, ૧૦૦, પ૦, ર૦, ૧૦, પ અને બે ની નોટોની માતાજી સમક્ષ આંગી કરી દર્શનાર્થ ખુલ્લી મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.