ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના પાવન દિવસે પાટણ શહેરના અનેક મહોલ્લા-પોળો અને સોસાયટીઓમાં ગણેશજીની ભારે શ્રધ્ધા અને ભકિત સાથે સ્થાપનાઓ કરવામાં આવી હતી.
ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલા કેશુશેઠની પોળ ખાતે પ્રથમ વખત દશ દિવસીય કેશુશેઠ કી પોળ કા રાજા ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ગણપતિ મહોત્સવને લઈ સ્થાનિક લોકોના સાથ સહકારથી રોજેરોજ ગણપતિ દાદાની આરતી, ભજન-કિર્તન, અન્નકુટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે
ત્યારે ગતરોજ કેશુશેઠની પોળ ખાતે સ્થાનિક લોકોના સાથ સહકારથી ગણેશજીને છપ્પન ભોગનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરતાં સ્થાનિક ભાવિક ભકતો દ્વારા છપ્પન ભોગ સહિત મહાઆરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. તો રાત્રી સમયે ગણપતિ બાપાના ભજન કિર્તનનો કાર્યક્રમ કરવામાં આવતાં સમગ્ર વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું.