હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા આજરોજ પીએચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.યુનિવિર્સટીમાં આગામી ૧૭,૧૮ અને ર૦ આેગસ્ટના રોજ પાટણમાં વિવિધ વિભાગોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ રપ જેટલા વિષયોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઆેને પરીક્ષા લેવામાં આવશે.આ માટે યુનિવિર્સટીની વેબસાઈટ ઉપર ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યો છે.
જેમાં પરીક્ષાનું સ્થળ અને પરીક્ષાની તારીખ અને બેઠક વ્યવસ્થા જોઈ શકાશે.આમ પરીક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઆે યુનિવિર્સટી દ્વારા કરવામાં આવી હોવાનું પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી ના કુલપતિ ડો.જે.જે વોરાએ જણાવ્યું હતું.