પાટણમાં ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતા એઆરટીના કર્મચારીઓએ પગાર અને કરારની શરતોના પ્રશ્ને ગુરુવારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એઆરટી સેન્ટરના કર્મચારીઓએ પાઠવેલા આવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી દ્વારા એઆરટી સેન્ટરના કર્મચારીઓના કરાર કેન્દ્ર સરકારની નેશનલ એઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર. પોલીસી મુજબ કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં
કોઈપણ પ્રત્યુત્તર ન આપી જીસેકસ કચેરી દ્વારા નાકો એચ.આર. પોલીસી સિવાયની વધારાની શરતો મુકી તે પ્રમાણે કરાર કરવા કર્મચારીઓ પર કડક વલણ દાખવવામાં આવી રહયું છે તેમજ કર્મચારીઓના પગાર પણ અટકાવી દેવામાં આવેલ છે. તેમજ કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર પણ કપાત કરીને વર્ષ ર૦૧૭ મુજબ કર્યાં છે.
કોરોનાકાળમાં દર્દીઓના ઘરે જઈને દવા પહોંચાડવાની કામગીરી હોય કે કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને કાઉન્સેલીંગની કામગીરી પોતાના સ્વખર્ચે કર્મચારીઓ દ્વારા કરેલ હોવા છતાં પણ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની વાત તો દૂર કર્મચારીઓના પગાર કપાત કરેલ છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી આવા કર્મચારીઓને ન્યાય મળે તેવા શુભ આશયથી આજરોજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.