અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ સંલગ્ન પાટણ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓ ને લઈ ગુરૂવારના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માત્ર ર૬૮૦ જેટલા જ હોય સરકાર સુધી અમારો અવાજ પહોંચાડી શક્યા નથી. જેથી આ આવેદન પત્ર દ્વારા આમો સરકાર સુધી અમારી અરજ પહોંચાડી રહ્યા છીએ.
પ્રાથમિક શિક્ષકોને સરકારે તારીખ ૧૬/૮/૧૯૯૪ થી ઉચ્ચતર પગાર ધોરણ યોજના અમલમાં મૂકેલ છે. તે મુજબ શિક્ષકોને ૯-ર૦-૩૧ વર્ષની નોકરી પૂર્ણ થતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે છે. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષકો અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતા લાભોમાં ભારે વિસંગતતા છે. છદ્રૃા પગાર પંચ મુજબ જિલ્લા પંચાયતના શિક્ષકોને ૪ર૦૦ ગ્રેડ-પે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ર૮૦૦ ગ્રેડ-પે મળે છે. જે ભારતીય બંધારણનાં સમાનતાના અધિકારની વિરુદ્ઘ્ છે.
જિલ્લા શિક્ષણ સમિતિના શિક્ષકોને ૪ર૦૦ ગ્રેડ-પે બાબતે સાતમા પગાર પંચમાં લાભ આપવા સમજૂતી બહાર પાડેલ છે. જેનો લાભ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ઓના શિક્ષકોને આપેલ નથી. આમ ભેદભાવભરી નીતિથી અમારા શિક્ષકોનું શોષણ થઈ રહ્યું હોવાનું અમી પટેલે જણાવ્યું હતું.