કોરોનાની બીજી લહેરમાં પાટણમાં ખૂબજ ગંભીર પરિસ્થિતિ ઉદભવવા પામી હતી ત્યારે આરોગ્યનો સ્ટાફ પૂરતો ન હોઈ પાટણ તાલુકા હેલ્થ સેન્ટરના અધિકારી દ્વારા કોરોનાની ગંભીર પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અને ડોર ટુ ડોર સર્વે કરવા માટે એચ.એસ.આઈ.ના ર૮ હેલ્થ વર્કરોને દિવસના ૩૦૦ રુપિયા લેખે બે મહિનાના કોન્ટ્રાકટ બેઝ પર નોકરી રાખવામાં આવ્યા હતા.
ત્યારે પોતાના જીવને જોખમમાં મૂકીને ર૮ જેટલા હેલ્થ વર્કરોએ બે મહિના સુધી પોતાની ઈમાનદારીથી ફરજ નિભાવી હતી. ત્યારે પાટણ તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા કોરોનાના પેરામેડિકલ હેલ્થ વર્કરોને પગાર ચુકવવાની વાત આવી તો તેઓને છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષોપો છાત્ર યુવા સંઘષ સમિતિ દ્વારા લેખિતમાં કરી કલેકટર કચેરી ખાતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ર૮ પેરામેડિકલ હેલ્થ વર્કરોને બે મહિનાનો એક દિવસના ૩૦૦ રુપિયા લેખે ૧૮હજાર પગાર મળવો જોઈએ પરંતુ તેમને પગાર ૧૩પ૦૦ જ આપવામાં આવ્યો છે. જેથી આગામી એક અઠવાડીયામાં ર૮ હેલ્થ વર્કરોનો બાકી નિકળતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી.
અને જો તેઓને પગાર ચુકવવામાં નહીં આવે તો છાત્ર યુવા સંઘષ સમિતિ પાટણ જિલ્લા દ્વારા તમામ હેલ્થ વર્કરોને સાથે રાખી પાટણ કલેકટર કચેરી ખાતે જ આગામી દિવસોમાં આશ્ચર્ય જનક કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.