પાટણ જિલ્લા આયુર્વેદ પ્રેિક્ટશનર્સ એસોસિએશન દ્વારા અને ગુજરાત આયુર્વેદ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે બોર્ડ એટ યર ડૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ દ્વારા પાટણ જિલ્લાના તમામ પ્રેિક્ટસ મિત્રોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ જેમાં ૧૦૦ થી પણ વધારે તબીબોએ સરકારની માર્ગદર્શિકા મુજબ અલગ અલગ સમયે હાજર રહી પોતાના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવેલ તેમજ રજીસ્ટ્રેશન ની કામગીરી પૂર્ણ કરેલ.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત આયુર્વેદ બોર્ડના સદસ્ય ડો.વિપુલભાઇ મોદીએ કર્યું હતું. ગુજરાત આયુર્વેદ બોર્ડના સદસ્યશ્રીઆે ડો. મનસુખ માંગુકીયા, ડો. ભરતભાઈ પટેલ, ડો.જયેશ રાજ્યગુરુ, ડો.પ્રણવ દલવાડી, ડો.મહેન્દ્રભાઈ મહેતા, ડો. શિરિષભાઈ શાહ તેમજ રજીસ્ટ્રાર હરપાલિસહ પરમાર આ કાર્યક્રમમાં ઉપિસ્થત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો. હસમુખ સોનીએ જણાવ્યું હતું કે ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા પ્રેિકટસનર્સ મિત્રોને કોઈપણ જાતની કનડગત ના થાય તે માટેના યોગ્ય પગલા લેવાઈ રહ્યા છે તેમજ ભવિષ્યમાં બોર્ડ દ્વારા ટ્રસ્ટ નિર્માણ કરીને સોશ્યલ સિક્યુરિટી સ્કીમ અને ડોકટર પ્રોટેક્શન સ્કીમ નું આયોજન કરવામાં આવનાર છે જેના કારણે પ્રેિકટસનર્સ ને પ્રોટેકશન અને સિકયુરિટી મળશે.
ઉપરાંત પ્રેિકટસનર્સ મિત્રોનો ડેટા પ્રોપર રીતે એક પ્લેટફોર્મ પર આવે તેના માટે ડીજી લોકર સિસ્ટમમાં તમામ પ્રેિકટસનર્સનો ડેટા મુકવામાં આવશે જેના કારણે વેરિફિકેશનની પ્રક્રિયા સરળ બનશે તેમજ બોર્ડ દ્વારા આેનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ ઝડપથી થનાર છે જેના કારણે તબીબો પોતાનો ઘણો સમય બચાવી શકશે તેમજ ઝડપથી અને સરળ રીતે આેનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે
ગુજરાત આયુર્વેદ બોર્ડના સદસ્ય ડો. વિપુલ મોદીએ જણાવ્યું હતું કે પ્રેકટિસ માટેના જુદા જુદા કાયદામાં તેમના માટે જે પ્રોટેકશન આપવામાં આવેલ છે તેની સમયાંતરે અસરકારક રજૂઆત કરવામાં આવે છે જેના કારણે ઘણા બધા તબીબોને ખોટી રીતે થતી કનડગત નિવારી શકાય છે તેમજ તબીબો નિર્ભય બની પ્રજાની સેવા કરી શકે છે. ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા ભવિષ્યમાં પણ પ્રેિકટસનર્સના પ્રશ્નો અને ડેવલોપમેન્ટ માટેની પ્રક્રિયા હાથ ધરાશે.