પાટણ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં અસહય બફારા અને ઉકળાટ બાદ શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. તો તેની સાથે સાથે પ્રથમ વરસાદમાં જ પાલિકાના પિ્ર-મોન્સુન પ્લાનની પોલ ખોલી દેતાં પાટણ શહેર ખાડાનગરીમાં ફેરવાઈ જવા પામ્યું હતું.
તેમાં પણ સ્ટ્રોમ ડ્રેનેજ પાઈપનું જયાં પણ કામ કર્યું હતું ત્યાં તમામ જગ્યાએ કોન્ટ્રાકટર દવારા યોગ્ય પુરાણ ન કરાતાં તે તમામ જગ્યાઓ પર મસમોટા ખાડાઓ પડવાના કારણે આજે શહેરીજનો હાલાકી ભોગવી રહયા છે. અને ચાલુ વરસાદમાં આ પડેલા ખાડાઓ અને ભુવાઓમાં પાણી વહેતું હોવાથી ખાડાઓનું ધ્યાન વાહન ચાલકોને ન રહેતાં અસંખ્ય વાહનો પણ આ ખાડાઓમાં પડવાથી વાહન ચાલકોને ખૂબજ નુકશાન થવા પામ્યું છે.
ત્યારે પાટણ શહેરના રાજકાવાડા થી લઈ ખાન સરોવર સુધી ખાડા ખૈયાવાળો રોડ થઈ ગયો છે. અને નીલમ સિનેમા થી લઈ કસાવાડો, બુકડી, મીણા દરવાજા, પદ્મનાથ રોડ ઉપર ખુબજ મોટા મોટા ખાડા પડેલા છે, કારણકે વરસાદી પાણી માટે જે ખોદકામ કરી જે પાઇપો નાખવામાં આવેલી છે, તે ખાડાઆે કોન્ટ્રાકટરો એ નિષ્ફળતા પૂર્વક ખાડાનું કામ કરેલુ છે. તેની જવાબદારી નગરપાલિકા કે કોન્ટ્રાકટરો ની? આ ખાડાઆે પડવાથી લોકો હેરાન પરેશાન છે. અને લોકો ના સાધનો આ ખાડાઆેમાં પડે છે અને સાધનો વાળા પણ હેરાન પરેશાન થાય છે.
આજે વરસાદને આવ્યા બે દિવસ થયા પરંતુ આ ખાડાઆે પુરવા માટે નગરપાલિકા કે કાઉિન્સલરો આવ્યા નથી તો ખરેખર આ દુખદ બાબત કહેવાય. અમારી નગરપાલિકાના ચીફ આેફિસરને અને પ્રમુખને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ ખાડા પુરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી.