પાટણ નગરનું ભાતીગળ લોક જીવન નિરાળું છે. જ્યાં લોકમેળા ઉત્સવો અને ધાર્મિક તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં પરબલાના તહેવાર શરૂ થઈ જાય છે. સમગ્ર સૃષ્ટિના તારણહાર ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાટણની કુવારીકા નદીનાં કાંઠે આવેલા પ્રાચીન હરી હર મહાદેવના પ્રાંગણમાં પરંપરાગત મુજબ લોકમેળો યોજાયો હતો.
પાટણની કુંવારીકા નદીનાં કાંઠે આવેલા પ્રાચીન હરી હર મહાદેવના પ્રાંગણમાં પરંપરાગત મુજબ લોકમેળો યોજાયો હતો. વહેલી સવારથી જ નગરજનો સહિત શ્રદ્ઘાળુ ભક્તોએ ભગવાન હરિહર મહાદેવ શિવલિંગના દર્શનની સાથે દૂધ અને જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. જોગાનુ જોગ જન્માષ્ટમી પર્વ અને શિવજીને પિ્રય એવા ચોથા સોમવારનો સમન્વય થતાં તેનું મહત્વ વિશેષ જોવા મળ્યું હતું.
સરસ્વતી નદીના કાંઠે આવેલ પ્રાચીન હરિ હરેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ઘાળુ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રાચીન મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતા સૂર્યનારાયણ ભગવાન સહિતના વિવિધ દેવી દેવતાઓ સ્થાનકો પૂજનીય માનવામાં આવે છે.
કહેવાય છે કે, જન્માષ્ટમી પર્વના મેળા નિમિત્તે આવતા દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓમાં ભગવાન શિવજીને પિ્રય એવા સુખડ ચંદનની આરચા કરાવવાનું એક આગવું મહત્વ રહેલું છે. તો કુવારીકા નદીનાં કાંઠે હરિહર મહાદેવના સાનિધ્યમાં આવેલા હિન્દુ સ્મશાન ભૂમિના પ્રાંગણમાં આવેલા બ્રહ્મકુંડમા શ્રદ્ઘાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણે વદ આઠમની રાત્રે ઉજવવામાં આવે છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં નીલમ દીદીએ કહ્યું હત કે, શ્રી કૃષ્ણનું મન મોહક સ્વરૂપ સૌને મોહી લે છે. સર્વગુણ સંપન્ના સોળે કળા સંપૂર્ણ સતયુગી રાજકુમાર નો જન્મ દિવસ ભારતભરમાં ખૂબ ખુશીઓ સાથે ઉજવવામાં આવે છે.
તો પાટણ શહેરના પદમનાથ ચોકડી પાસે આવેલા અખંડ આનંદ સોસાયટી ખાતે પણ સોસાયટીના રહીશો દવારા શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈ કાનુડો કાઢવામાં આવ્યો હતો ત્યારે કાનુડાના જન્મદિનને લઈ કેક કાપી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગરબાનું આયોજન કરાતાં સ્થાનિક લોકો મનમૂકીને ગરબે ઘુમી શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કર્યાં હતા.