પાટણમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ થયેલ સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વૈદિક નદી માતા સરસ્વતીના કાંઠે નિર્માણ પામેલ સહસ્ત્ર તરુવન ખાતે પાટણની પ્રભુતા ને ઉજાગર કરવા માટે સરસ્વતીના ઉપાસકો અને આર્યવ્રત સંસ્થા દ્વારા નિર્માણ પામનાર સરસ્વતી મંદિર સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટ નું શિક્ષક દિને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ ની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સુપ્રસિધ્ધ લોકગાયીકા કિંજલ દવેએ પોતાના સુમધુર કંઠે અમે લહેરીલા લાલ નું ગીત પ્રસ્તુત કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરસ્વતી નદીનો મહિમા ખૂબ જ મોટો છે અને શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે. ત્યારે પાટણની દિવ્ય ભૂમિ પર માતા સરસ્વતી નદીના કાંઠે મા સરસ્વતીનું મંદિર તળાવ અને ઘાટના નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સરસ્વતીના ઉપાસકોને આહવાન કયું હતું.
સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરી હરીયાળુ ગુજરાત બનાવવાના સંકલ્પને સાર્થક કરવા માટે જણાવ્યું હતું. તેમજ દેશમાં પ્રસરી રહેલા કોરોનાના ચેપ અંગે સતર્ક રહી માસ્ક પહેરવા તેમજ રસી લેવા માટે લોકોને જાગૃત કર્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કયું હતું.
સુપ્રસિદ્ઘ ગાયિકા કિંજલબેન દવે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, કુલપતિ જે.જે વોરા મહેસાણા વિભાગના સંઘચાલક નવીનભાઈ પ્રજાપતિ જિલ્લા શિક્ષણ અધિકારી જયરામ ભાઈજોશી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીપીનભાઈ પટેલ અને આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નિલેશ રાજગોર કાનજીભાઈ પટેલ ધુળાભાઇ દેસાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.