પાટણ શહેર ભાજપ દવારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં તા . ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે તા. ૧૭ મીથી રપ મી સુધી ડો. પંડિત દિનદયાળજીની તિથી દરમ્યાન વિભિન્ના પ્રકારનાં સેવાકાર્યોનું આયોજન હાથ ધયું છે.
આ અંગેનાં આયોજન માટે ગતરોજ પાટણ ખાતે પાટણ શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમગ્ર સપ્તાહ દરમ્યાન રકતદાન શિબિરો, રોગ નિદાન કેમ્પ, ફુડ વિતરણ, નમોએપ ડાઉનલોડ વિગેરે સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
જેના માટે ગતરોજની બેઠકમાં પક્ષનાં પદાધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું અને શહેરની સંસ્થાઓને સાંકળીને આ વિવિધ સેવાકાર્યો કરવાનું નક્કી કરાયું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરીએ આયોજનનો ચિતાર રજુ કર્યો હતો.
ડો. બાબુભાઇ પ્રજાપતિ, ડો. જયેશભાઇ મોદી તથા મહિલા મોરચાના પદાધિકારીઓએ રક્તદાન શિબિર તથા રોગ નિદાન કેમ્પો સહિતનાં આયોજનોની જવાબદારીની જાણકારી આપી હતી આ ઉપરાંત પાટણ શહેરની નમોએપ કાર્યશાળા અને આગામી સેવા અને સમપ્રણ અભિયાન કાર્યક્રમ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ગૌરવભાઇ મોદી, ધર્મેન્દ્રં પટેલ, દેવજીભાઇ પરમાર, મનોજ કે. પટેલ, પ્રમુખ સ્મિતાબેન પટેલ, હેમંતભાઇ તન્નાા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં .
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જે રીતે પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ સીટો પર ભાજપને જીત અપાવવાનાં લક્ષ્યાંક સાથે એક વર્ષથી ભાજપનાં કાર્યકરોએ મહેનત કરી હતી. જેનાં પરિણામે નગરપાલિકામાં ૩૮ બેઠકો મેળવી શકાઇ હતી. એ જ રીતે હવે આગામી વિધાનસભા બેઠકમાં ભાજપને પાટણ શહેરમાંથી રપ,૦૦૦ ની લીડ અપાવવા માટે સૌ કાર્યકરો તાકાતથી મહેનત શરૂ કરે તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે ભાજપનાં નવા હોદ્દેદારો – પદાધિકારીઓનું સન્માન પણ કરાયું હતું.