પાટણ જિલ્લાના સાંતલપુર ગામના હરિજન હજાભાઈના ખેતરમાં વળતર અને જમીન વેચાણ બાબતે કલેકટર કચેરી ખાતે હડતાળ ઉપર બેઠલા લોકોની આજે પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામ ભાઈ સોલંકી સહિત અનુસૂચિત જાતિના આગેવાન અને સમાજના આગેવાનોએ કલેકટરને મળી રજુઆત કરી હતી કે ધરણા પર ન્યાય માટે બેઠેલા પરિવારને ઝડપી ન્યાય મળે અને આગળની ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
હડતાળ ઉપર બેઠલા લોકો સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી ઝડપી ન્યાય મળી રહે તે માટેની કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.