શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. જન્માટષ્મીની ભારતભરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જન્માષ્ટમીને લઈ વિવિધ શાળા સંકુલો સહિત આંગણવાડીઓ ખાતે રાધાકૃષ્ણની વેશભૂશામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે
ત્યારે પાટણ શહેરની મોટી ભાટીયાવાડ ખાતે આવેલી આંગણવાડી ખાતે આઠ આંગણવાડીઓની કાર્યકર બહેનો દવારા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આંગણવાડીના નાના નાના ભુલકાઓ કૃષ્ણ ભગવાન અને રાધાની વેશભૂશા ધારણ કરી હિંડોળા દર્શન સહિત મટકીફોડના કાર્યક્રમો કરવામાં આવતાં જય રણછોડ માખણચોર ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતમય બનાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનસીબેન ત્રિવેદીએ આંગણવાડી ખાતે યોજાયેલા કૃષ્ણ જન્મોત્સવને લઈ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.