મોહમ્મદ પઠાણ, Patan : પાટણ શહેરમાં જૂની જર્જરીત અને પડવાના વાકે ઉભેલી ઇમારતોને કોઈ મોટી જાનહાની ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા સર્વે કરીને અને લોકોની આવેલી વાંધા અરજીઓને દયાને લઈ જે તે મકાન માલિકોને માત્ર આ મિલકતો દૂર કરવાની નોટિસો પાઠવી પાલિકા તંત્ર સંતોષ માને છે પરંતુ દિન સાતમાં જે તે મકાન માલિકો ને પડવાના વાકે ઊભેલી મિલકતોને પોતાના સ્વખર્ચે દૂર ન કરે તો પાલિકા તંત્ર તેઓના ખર્ચે દૂર કરશે તેની કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજે પણ પાટણ શહેરમાં અનેક પડવાના વાકે ઊભેલી ભય જનક ઈમારતો જોવા મળી રહી છે
તો કેટલીક ઇમારતો તો મુખ્ય માર્ગો પર આવેલી હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી આવી મિલકતોને ઉતારવાની તસ્દી ન લેતા શહેરીજનો માટે આવી મિલકતો ખતરા રૂપ સાબિત બની રહી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા રતનપોળ જરાદીવાસ માં આવેલા બામચા વાસ ખાતે પણ એક ભય જનક અને પડવાના વાકે સત્તુમલ મિર્ચુમલદાસ નામના ઈસમની મિલકત આવેલી છે આ મિલકત જર્જરીત અને ભય જનક બની જતા મકાન માલિક આ મિલકતને ઉતાર્યા વિના જ અન્યત્ર રહેવા માટે જતા રહ્યા છે ત્યારે આ મિલકત ના ઉતારતા આ વિસ્તારના લોકો માટે આ મિલકત ભય જનક સાબિત થઈ રહી હતી.
ત્યારે ગતરોજ રાત્રીના સમયે ચંદ્રિકાબેન ઠાકોર નામની વૃદ્ધ મહિલા પોતાના મકાનની આગળ ખાટલામાં સૂતા હતા તે દરમિયાન જ જર્જરીત અને પડવાના વાકે ઉભેલી ઈમારતનો કેટલો ભાગ ગરાસાઈ થતા શુંઇ રહેલા વૃદ્ધના ખાટલા પર પડતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

સ્થાનિક રહીશ હમીદભાઈએ આ મિલકત ખૂબ જ જૂની જર્જરીત અને પડવાના વાકે ઊભેલી હોય અહીં દિવસ દરમિયાન નાના બાળકો રમતા હોય તેમના માટે આ ઇમારત ખતરા રૂપ સાબિત થઈ રહી છે જેથી પાલિકા તંત્ર દ્વારા આ પડવાના વાંકે ઊભેલી ઈમારતને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી મકાન માલિક ની બેદરકારીને લઈ ભોગ બનેલી વૃદ્ધ મહિલાના પરિવારજનોને પણ મકાન માલિક સહિત તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં પડવાના વાકે ઊભેલી તમામ મિલકતોને જે તે મકાન માલિકોને નોટિસો પાઠવી તે બાદ કરવામાં આવતી કાર્યવાહી નક્કર કરી શહેરીજનોને ભય મુક્ત બનાવે તેવી પણ લોકમાગ ઉઠવા પામી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans